thumbnail

ગુજરાતી ફિલ્મ 'વિકિડાનો વરઘોડો'ના સ્ટારકસ્ટ અને ડિરેકટર સાથે ખાસ વાતચીત

By

Published : Nov 10, 2019, 7:08 PM IST

Updated : Nov 10, 2019, 8:41 PM IST

વડોદરાઃ ગુજરાતી સિનેમા હવે ધીમે ધીમે પ્રગતિના પંથ પર આગળ વધી રહ્યું છે. નેશનલ કક્ષાએ ઍવોર્ડ મેળવવાની સાથોસાથ અદભૂત અને સારો મેસેજ આપવાની સાથે દર્શકોને મોઝ પડે તેવી ફિલ્મો બની રહી છે. જેમાં હાલમાં જ 'હેલ્લારો' જેવા નવા ટોપીક ઉપરાંત સ્પોર્ટસ, બાયોપીક અને પેટ્રીયોટીક વિષયો પર ફિલ્મો બને તે દિશામાં કામ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતી ફિલ્મ 'વિકીડાનો વરઘોડો'ની સ્ટારકાસ્ટ વડોદરાના મહેમાન બન્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મનું શૂટિંગ વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહ્યું હતું. આ ફિલ્મના લીડ કલાકાર મલહાર ઠાકરે જણાવ્યું હતું કે રેવા ફિલ્મના ડિરેક્ટર રાહુલ ભોળે અને વિનિત કનોજીયા દ્વારા આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. જેનું પ્રોડક્શન એસપી સિનેકોપ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ વિશે તેણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ છેલ્લો દિવસ કરતાં પણ વધારે મજા આવે તેવી છે. આ ફિલ્મમાં એક યુવાનની સ્કૂલથી કોલેજ અને ત્યારબાદ લગ્ન સુધીના જીવનને આવરી લેવામાં આવ્યું છે. જેમાં તેના લવઅફેરની વાત કહેવામાં આવી છે જે આજે દરેક વ્યક્તિના જીવન સાથે સંકળાયેલી છે.
Last Updated : Nov 10, 2019, 8:41 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.