પુરમાં ફસાયેલા 4 વ્યક્તિઓને બચાવવામાં ફાયરની ટીમ સફળ - જૂનાગઢ જિલ્લામાં સતત અને અવિરત વરસાદ
🎬 Watch Now: Feature Video

જૂનાગઢઃ છેલ્લા 2 દિવસથી જૂનાગઢ જિલ્લામાં સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને કારણે જિલ્લાની મોટા ભાગની નદીઓ ગાંડીતુર બની છે.વંથલી નજીકથી પસાર થતી ઉબેણ નદીમાં ભારે પૂર આવતા પસાર થતા એક ઓટો રીક્ષા અને એક બાઈક ચાલક પૂર્ણા પાણીમાં ફસાયા હતા. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ટીમે 4 વ્યક્તિઓને 3 કલાકની ભારે જહેમત હેમખેમ બહાર કાઢવામાં ફાયરની ટીમને સફળતા મળી હતી.