જેમણે ડિજિટલ પ્લેટફોર્મ પસંદ કર્યુ એ ભાગ્યશાળી: સુનીલ શેટ્ટી
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદઃ બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ ETV BHARAT સાથે ફિલ્મ ઉદ્યોગમાં થતા ફેરફારો વિશે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ફિલ્મ નિર્માતાઓ થિયેટરોને પાર કરીને ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લઈ રહ્યા છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, મનોરંજનને કોઇપણ હરાવી શકે નહીં. સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, ડિજિટલ પ્લેટફોર્મ પસંદ કરનારા કલાકારો અને નિર્માતાઓ નસીબદાર છે. તેમણે કહ્યું હતું કે, મલ્ટિપ્લેક્સ ફિલ્મોના અભિનય માટે પક્ષપાતી છે. સિનેમા થિયેટરોમાં પણ પક્ષપાત કરવામાં આવે છે અને દરેકને તેમની ફિલ્મ્સ સ્ક્રીનિંગ કરવાનો મોકો મળતો નથી. આત્મનિર્ભર ભારત વિશે કહ્યું હતું કે, એક વર્ષમાં હું સાબિત કરીશ કે ભારતીયો ઉત્પાદનોની નિકાસ કરશે અને તેઓ અમારા ઉત્પાદનો પર આધાર રાખે છે.