અજય-અક્ષયની ફેન્સને વિનંતી, અમારા માટે તમે એકબીજા સાથે ના લડો - અભિનેતા અજય દેવગન
🎬 Watch Now: Feature Video
મુંબઇ: અભિનેતા અજય દેવગન અને અક્ષય કુમારે સોમવારે તેમના પ્રશંસકોને વિનંતી કરતા કહ્યું હતું કે, "અક્ષય અને હું અહીં એક સાથે છીએ ,લડવાનું બંધ કરો, એકબીજાની સાથે હળીમળીને રહો. તેમજ આ ફિલ્મ પણ એકબીજા સાથે મળીને જુઓ" અજય અને અક્ષય રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં સાથે જોવા મળશે. મહત્વનું છે કે, અજય-અક્ષયને લઇ ફેન્સ એકબીજા સાથે લડતા હોય છે. જે અંગે વિનંતી કરતા બંનેએ કહ્યું કે, અમારા માટે તમે એકબીજા સાથે ના લડો. અમે બંને સારા મિત્રો છીએ.