Protest over Channy statement : સુરતમાં ઉત્તર ભારતીયોએ પંજાબ સીએમના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કર્યો - ઉત્તર ભારતીયો અંગેની પંજાબ સીએમની ટિપ્પણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14514468-thumbnail-3x2-protest.jpg)
પંજાબ સીએમ ચરણજીતસિંહ ચન્નીએ નિવેદન સામે સુરતમાં વિરોધ (Protest over Channy statement ) કરવામાં આવ્યો હતો. ચન્નીએ યુપી બિહારના લોકોને પંજાબમાં નહીં આવવા દેવા (Punjab CM's remarks on North Indians) અંગે પંજાબ સીએમે નિવેદન આપ્યું હતું. જેના વિરોધમાં ઉત્તર ભારતીય લોકો આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતાં. કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને સુરતમાં ઉત્તર ભારતીયોએ પંજાબ સીએમના નિવેદન સામે (outrage over the Punjab CM's statement ) આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરત મહાનગરપાલિકાના પૂર્વ શાસક પક્ષ નેતા ગીરીજાશંકર મિશ્રાએ કહ્યું કે ચન્નીના આવા નિવેદનથી રાષ્ટ્રવિરોધીઓ અને અલગતાવાદીઓને ફાવતું જડે છે. તેમણે પીએમ મોદી પાસે માગણી કરી છે કે આવા નિવેદનો સામે કડક પગલાં લેવા જોઇએ. ઉત્તર ભારતીય સમાજ કોંગેસને કોઈ પણ કીમતે સત્તા ઉપર આવવા નહીં દે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST