દીકરીઓના સામર્થ્યને જાણવામાં સમાજ પાછળ રહેશે તો ક્યારેય આગળ નહી વધી શકેઃ વડાપ્રધાન - વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14903068-thumbnail-3x2-nvs-aspera.jpg)
નવસારીના પહેલા કરતા હવે ગામડાઓની સ્થિતિ બદલી છે. દીકરા કરતા દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. જો દીકરીઓના સામર્થ્યને જાણવામાં (PM Exam Pay Discussion Program)સમાજ પાછળ પડશે. તો ક્યારેય આગળ નહી વધી શકે આ વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીની એસ. જી. એમ. સીરોહિયા સ્કૂલના(Navsari S. G. M. Sirohiya School) ધોરણ 10ના વિદ્યાર્થીના વાલીના પ્રશ્ન પર રજૂ કર્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર નહી પણ પરીક્ષાને એક ઉત્સવ તરીકે લે એવા ઉદ્દેશ્ય સાથે ભારતના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા કરી અનેક પ્રશ્નોના જવાબો આપ્યા હતા. નવસારીની 735 શાળાઓમાં 75 હજારથી વધુ વિદ્યાર્થીઓએ કાર્યક્રમ નિહાળ્યો હતો. સમાજે બાળકીઓના સામર્થ્યને જાણવું પડશેની ટકોર પણ કરી હતી. સાથે આજે ગામડાઓમાં પણ બાળકીઓ શિક્ષણ લઇ રહી છે અને એમને અવસર આપવાની જરૂર છે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST