વાડી ઝંખવાવ રોડ પર બનેલી અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ - Accident case in Surat
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ વાડી રોડ આવેલા ખાનગી પેટ્રોલ પંપ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત (Zhankhawa Wadi Road Accident) સર્જાતા ચકચાર મચી હતી. માંગરોળ તાલુકાના માંડણ ગામના માજી સરપંચ કનૈયાલાલ વસાવા પૂનમ ભરવા માટે ફાગવેલ ગયા હતા. ફાગવેલથી રાત્રી દરમિયાન પરત આવી રહ્યા હતા તે દરમિયાન વાડી ઝંખવાવ રોડ (Accident in Mangrol Taluka) પર આવેલી એક ખાનગી પેટ્રોલ પંપ પાસે બાઈકને ટ્રકે અડફેટે લીધી હતી. જેથી તેઓ રોડ પર પટકાઈ હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઝંખવાવ વાડી રોડ પર બનેલી અકસ્માતની ઘટના ખાનગી પેટ્રોલ પંપના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ગામના માજી સરપંચનું મોત થયાના સમાચારથી સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. (Accident case in Surat)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST