યમદૂત બનીને આવી કાર, યુવાન હવામાં ગુલાટિયા મારતો ફંગોળાયો - Fatal Accident ni Vikasnagar
🎬 Watch Now: Feature Video
વિકાસનગર: ઉત્તરાખંડના સાહિયા ક્વાનુ મોટરવે પર એક એવો અકસ્માત (Sahiya Kwanu Motorway) થયો છે જે જોઈને ભલભલા ચોંકી જાય એમ છે. યમદૂત બનીને આવી રહેલી કારે યુવાનને હવામાં ફંગોળ્યો હતો. જેના CCTV વીડિયો સામે આવ્યા છે. અહીં પુરપાટ ઝડપે આવતી કારે યુવાનને ટક્કર (Sahiya Police Outpost) મારી હતી. સાહિયા પોલીસ ચોકીના ઈન્ચાર્જ નીરજ કાથૈતે જણાવ્યું કે વાહનને જપ્ત કરી (Vikasnagar road accident) લેવામાં આવ્યું છે. ડ્રાઈવરનું મેડિકલ કરાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડના વિકાસનગરના સાહિયા ક્વાનુ મોટરવે પરથી CCTV વીડિયો સામે આવ્યો છે. અહીં પુરપાટ ઝડપે આવતી કારે યુવાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લોકોએ યુવાનને સારવાર હેતું હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે તબીબોએ એમને પ્રાથમિક સારવાર બાદ એને હાયર સેન્ટર રીફર કરી દીધો હતો.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST