Jamnagar Rain: વરસાદી ખાડામાં ડૂબી જવાથી યુવકનું મોત - Youth dies after drowning in rain ditch
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-07-2023/640-480-18947811-thumbnail-16x9-jpg.jpg)
જામનગર: વરસાદી ખાડામાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હોય તેવી ઘટના સામે આવી છે. જામનગરમાં સમર્પણ સર્કલ નજીક વરસાદી પાણીના ખાડામાં બે યુવાનો ગરકાવ થતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર બ્રિગેડની ટુકડીએ એક યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જામનગર શહેરમાં સમર્પણ સર્કલ નજીક વરસાદી પાણીના ખાડામાં શુક્રવારે મોડી સાંજે બે યુવાનો ડૂબી ગયાની જાણકારી મળતાં દોડધામ થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન એક યુવાનનો મૃતદેહ મળ્યો છે, જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગર પંથકના છેલ્લા બે દિવસથી અનુરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે તેમાં મોટાભાગના ડેમોમાં નવા નીર આવ્યા છે. ચારથી પાંચ જેટલા ડેમો ઓરફલો થયા છે. શહેરમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. આ બંને યુવકો ખાડા પાસે ગયા હતા અને બાદમાં આકસ્મિક રીતે યુવક ખાડામાં વળી જતા તેનું મોત નીપજ્યું હોવાનું વિગતો બહાર આવી છે.