યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રસાદનો નવો ભાવ જાહેર કરાયો - Ambaji Mandir Prasad packaging changed Mohanthal
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠા યાત્રાધામ અંબાજી મંદિરમાં વેચાતા મોહનથાળના પ્રસાદનું પેકીંગ બદલાઈ રહ્યું છે, જે કાગળના બોક્સ પેકીંગમાં મોહનથાળનો પ્રસાદ મળતો હતો. તે હવે પોલિમર બોક્સમાં મળશે. અંબાજી મંદિર દ્વારા રૂપિયા 18 રૂપિયા, 28 અને 52 રૂપિયા આમ (Ambaji Mandir Prasad Packet Price) ત્રણ પેકીંગમાં મોહનથાળનો પ્રસાદ યાત્રિકોને આપાતો હતો. પણ કાગળના બોક્સ પેકીંગ માં મોહનથાળનું ઘી સોસાઈ જતું હતું.ને સાથે બોક્સ ફાટવાની ઘટનામાં પ્રસાદ ઢોળાઈ જતો હતો. તેથી તેની સામે પ્રસાદ વધુ સમય ટકે ને અને તેની શુદ્ધતા જળવાઈ રહે સાથે શ્રદ્ધાળુઓ પ્રસાદનો આરામથી ઉપયોગ કરી શકે તે માટે રૂપિયા 25નું 100 ગ્રામ વાળું પેકેટ તૈયાર કરવામાં આવ્યું છે. જેને લઈને હવે અંબાજી મંદિરમાં રૂપિયા 25 વાળું પોલિમર પેકમાં મોહનથાળ મળશે. હાલના તબક્કે પ્રાયોગિક ધોરણે રૂપિયા 18 અને રૂપિયા 52 વાળા પેકેટ બંધ કરવાનું આયોજન કરી એક માત્ર રૂપિયા 25 વાળું 100 ગ્રામ નું પોલિમર પેકિંગ વાળું મોહનથાળ શરુ કરાયું છે. yatradham ambaji mandir prasad packaging changed mohanthal
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST