World Tribal Day 2023: બે રોટલી ઓછી ખાજો પણ તમારા દીકરા-દીકરીઓને ભણાવજો - MLA ચૈતર વસાવા - ડેડીયાપાડામાં આદિવાસી દિવસની ઉજવણી
🎬 Watch Now: Feature Video
નર્મદા: ડેડીયાપાડામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી ભાષામાં યુવાનોને વ્યસનોથી દુર રહી શિક્ષણ તરફ વળવા અનુરોધ કર્યો હતો. આજે હજારોની સંખ્યામાં લોકો આ સભામાં આવ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી યુવાનોના માતા પિતાને અપીલ કરી હતી કે બે રોટલી ઓછી ખાજો પણ તમારા દીકરા દીકરીઓને ભણાવજો. હવે આજના જમાનામાં શિક્ષણ વગર ઉદ્ધાર નથી. જેથી બાળકોને શિક્ષણ આપવાનો અનુરોધ કર્યો હતો.
મણિપુર ઘટના મામલે વિરોધ: આદિવાસી દિવસની સભા શરૂ થતાં પહેલાં મણિપુરમાં બનેલ ઘટના બાબતે મૌન પાળ્યું હતું અને કાળી પટ્ટી બાંધીને વિરોધ પણ નોંધાવ્યો હતો. સભા સ્થળ પર ભારત સરકાર મણિપુરની ઘટના બાબતે કેમ ચૂપ છે તેવા પ્લે કાર્ડ લઈને પણ લોકો આવ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતે ભરૂચ લોકસભા લડવા બાબતે કહ્યું કે મારા સમાજના લોકો મારી સાથે છે.