World Lion Day 2023: સાસણગીર ખાતે પરંપરાગત ધમાલ નૃત્ય અને વેશભૂષા સાથે સિંહ દિવસની ઉજવણી - ધમાલ નૃત્ય દ્વારા સિંહ દિવસની ઉજવણી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે સાસણગીર ખાતે પણ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોની સાથે સીદ્દી આદિવાસી યુવાનો પણ જોડાયા હતા. સિંહના સંરક્ષણને લઈને લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજ્યો હતો. શાળાના બાળકો સિહ સંરક્ષણ અને સિંહની જાળવણી થાય તે માટે રેલીમાં જોડાયા હતા.
ધમાલ નૃત્ય દ્વારા સિંહ દિવસની ઉજવણી: ગીર વિસ્તારની વિશેષ ઓળખસમા આફ્રિકન સીદ્દી આદિવાસી યુવાનો દ્વારા પણ વિશેષ વેશભૂષા સાથે સિંહ દિવસની રેલીમાં ભાગ લીધો હતો અને પરંપરાગત ધમાલ નૃત્ય દ્વારા સિંહ દિવસની વિશેષ ઉજવણીમાં જોડાયા હતા. પાછલા બાર વર્ષથી સિંહ દિવસની ઉજવણી સતત થતી રહી છે. તેમની પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય ગીર વિસ્તારમાં સિંહોનું સંરક્ષણ થાય. જેથી એક માત્ર એશિયામાં જોવા મળતા ગીરના સિંહોને ફરી એક વખત તેનો વૈભવી ઇતિહાસ મળી શકે તે માટેના પ્રયાસો સિંહ દિવસની ઉજવણી દ્વારા કરવામાં આવતા હોય છે.