વર્લ્ડ કપ ફાઇનલ પહેલા સખત મહેનત કરતા જોવા મળ્યા ભારતીય ખેલાડીઓ, જુઓ વીડિયો - INDIA TEAM PRACTICE AT GROUND
🎬 Watch Now: Feature Video
Published : Nov 17, 2023, 10:33 PM IST
અમદાવાદ: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપ ફાઇનલને લઈને ભારતની ક્રિકેટ ટીમે પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન ટીમના ખેલાડીઓ પરસેવો પાડતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ફાઇનલ મેચનો મહામુકાબલો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રવિવારે યોજાશે જેમાં ટીમ ઇન્ડિયા ગઈ કાલે જ અમદાવાદ પહોંચી ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે. 19 તારીખે એટલે કે રવિવારે મોટેરા સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપ માટે જંગ જામશે. ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ મહામુકાબલાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો અમદાવાદના સ્ટેડિયમ ખાતે ઊમટે એવી સંભાવના છે. આ મહામુકાબલાના સાક્ષી બનવા અનેક VVIP પણ હાજર રહેશે. તેમાંના મોટા ભાગના સેલિબ્રિટીઝ ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ ખાતે આવશે.