રાજકોટના રાજમાર્ગો પર નીકળ્યું શાહી ફુલેકુ, અધધ 200 કિલો સોનાની ચમકથી રાજકોટવાસીઓની આંખો અંજાઈ
🎬 Watch Now: Feature Video
Published : Dec 8, 2023, 1:24 PM IST
રાજકોટ : હાલમાં લગ્ન પ્રસંગની સીઝન શરૂ છે. એવામાં રાજકોટમાં એક લગ્ન પ્રસંગમાં મહિલાઓ 200 કિલો સોનાના ઘરેણાં પહેરીને પરંપરાગત વસ્ત્રો સાથે ગરબે રમતા જોવા મળી હતી. આ પ્રસંગના વીડિયો જોઈને સૌ કોઈ મોમા આંગળી નાખી ગયા હતા. આપને જણાવી દઈએ કે પીડી માલવિયા કોલેજના ટ્રસ્ટીના પુત્રના લગ્ન પ્રસંગમાં સોનાની ચમક જોઈને લોકો અંજાઈ ગયા હતા.
200 કિલો સોનાની ચમક જુઓ : રાજકોટના પીડી માલવિયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભાના પુત્રના લગ્ન પ્રસંગમાં મહેમાનોની આંખો 200 કિલો સોનાની ચમક જોઈને અંજાઈ ગઈ હતી. ઘનશ્યામભાઈના પુત્રનું શાહી ફુલેકુ નીકળ્યું હતું. જેમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને મહિલાઓ ગરબા રમી હતી. આ તકે મહિલાઓએ આશરે 200 કિલો સોનું પહેર્યું હતું. આમ આશરે 200 કિલો જેટલા સોનાના ઘરેણાં પહેલી ગરબે ઘૂમતી મહિલાઓને જોઈને મહેમાનો અચંબિત થઈ ગયા હતા.
નાસીક ઢોલ સાથે શાહી ફુલેકુ : આ લગ્ન પ્રસંગ દરમિયાન શાહી ફુલેકુ યોજવામાં આવ્યું હતું. જેમાં નાસિકથી 50 લોકોની ઢોલીની ટીમ આવી હતી. આ સાથે જ પાંચ જેટલી બગીઓ રાખવામાં આવી હતી. તેમજ તમામ મહિલાઓ પોતાના સમાજના પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા. રાજકોટના રાજમાર્ગો ઉપર આ શાહી ફૂલેકું જોવા મળ્યું હતું. જે શહેરભરમાં હાલ ચર્ચાનો વિષય બનવા પામ્યું છે. આ શાહી ફુલેકામાં અંદાજે 1000 કરતાં વધુ લોકો જોડાયા હતા.