નાલંદાઃ ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય મહિલા ટીમે તેનું અજેય અભિયાન ચાલુ રાખ્યું અને બીજી સેમીફાઈનલમાં રોમાંચક મેચમાં જાપાનને 2-0થી હરાવ્યું. પ્રથમ હાફમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. બંને ટીમો શરૂઆતમાં ગોળ કરવાના પ્રયાસમાં હતી.
ભારતે જાપાનને 2-0 થી હરાવ્યું:
ભારત માટે નવનીતે પેનલ્ટી ફટકારીને ટીમ માટે પહેલો ગોલ કર્યો જ્યારે લાલ રેમસિયામીએ બીજો ગોલ કર્યો. ભારત હવે બુધવારે ફાઇનલમાં ટાઇટલ મેચમાં ચીન સામે ટકરાશે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલમાં ચીને મલેશિયાને 3-1થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
Moments of the match
— Asian Hockey Federation (@asia_hockey) November 19, 2024
India vs Japan
Semi final 02
Bihar Women's Asian Champions Trophy#wact2024 pic.twitter.com/2BPYanSag5
ભારતને 11 પેનલ્ટી કોર્નર મળ્યાઃ
'પ્લેયર ઓફ ધ મેચ' લાલરેમસિયામીને તેની શાનદાર રમત માટે આપવામાં આવ્યો. પ્રથમ 45 મિનિટ સુધી ભારત અને જાપાન ગોલ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આક્રમક રમતા રમતા બંને ટીમો સતત સંઘર્ષ કરતી રહી. ભારતને સતત પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ તેને ગોલમાં ફેરવી શક્યા નહીં. આ દરમિયાન જાપાનને એક પણ પેનલ્ટી કોર્નર મળ્યો ન હતો.
ભારતીય હોકી ટીમની કેપ્ટન સલીમા ટેટે જણાવ્યું કે "ટીમનો ઉદ્દેશ્ય માત્ર જીતવાનો હતો અને આ માટે તમામ ખેલાડીઓએ સાથે મળીને મહેનત કરી હતી. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું."
Full Time
— Asian Hockey Federation (@asia_hockey) November 19, 2024
Bihar Women's Asian Champions Trophy#BWACT2024#asiahockey pic.twitter.com/hxs5FgEpiW
ભારતીય ટીમે આક્રમક હોકી રમી:
ભારતીય મહિલા હોકી ટીમના કોચ હરેન્દ્ર સિંહે સેમિફાઇનલમાં ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી અને ખેલાડીઓની માનસિકતા અને વ્યૂહરચનાનાં વખાણ કર્યા. તેણે કહ્યું કે, 'અમારી રણનીતિ હંમેશા આક્રમક હોકી રમવાની રહી છે. જો વિરોધી ટીમ ડિફેન્સિવ હોય તો પણ દર્શકોએ જોયું જ હશે કે ભારતીય ટીમ આક્રમક હોકી રમી હતી. આ અમારી સફળતાની ચાવી છે.'
'ખેલાડીઓ દબાણમાં વધુ સારી રીતે રમ્યા':
કોચે કહ્યું કે, ફાઈનલ માટે તેની વ્યૂહરચના શેર કરતી વખતે, તેણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે ચીનના મજબૂત સંરક્ષણને તોડવામાં સફળ થઈશું. ભારતીય ટીમે હંમેશા દબાણમાં સારું પ્રદર્શન કર્યું છે અને આ ફાઈનલ પણ તેનાથી અલગ નહીં હોય. અમે ફાઈનલને લઈને 100% આત્મવિશ્વાસ ધરાવીએ છીએ.
"અમે જાણતા હતા કે લીગ મેચમાં હાર બાદ વિપક્ષી ટીમ રક્ષણાત્મક માળખા સાથે રમશે. અમે બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે આ માત્ર એક ગોલની વાત છે. અમારા ખેલાડીઓએ ધીરજ રાખી અને છેલ્લી ક્ષણ સુધી પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા. જેમ કે "જ્યારે તે ગોલ થયો, ત્યારે રમત સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને અમારા માટે દરવાજો ખુલ્યો." - હરેન્દ્ર સિંહ, ભારતીય મહિલા હોકી કોચ
આ પણ વાંચો: