Weather forecast Gujarat : ઠંડા પવનની ગતિ કેટલી રહેશે સાંભળો હવામાન અધિકારી પાસેથી
🎬 Watch Now: Feature Video
Published : Jan 16, 2024, 7:11 PM IST
અમદાવાદ : ગુજરાતમાં હાલમાં ચારેય ઝોનમાં શિયાળાની ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ હવામાન કચેરી દ્વારા આગામી પાંચ દિવસ માટે વાતાવરણ કેવું રહેશે તે જણાવવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગત ચોવીસ કલાકમાં સૌથી ઓછું તાપમાન ક્યાં રહ્યું તેની વાત કરીએ તો ગાંધીનગરમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાની આગાહીમાં જણાવાયેલી અન્ય વિગતો પર નજર કરીએ. રાજ્યમાં ફૂંકાયેલા ઠંડા પવનો અંગે વાત કરીએ તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના ઠંડા પવન ફૂંકાયા છે જેને લઇને નીચા તાપમાનનો અનુભવ થઇ રહ્યો છે. ઠંડા પવનની ગતિના કારણે સૂકા અને ઠંડા પવનથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.