દ્વારકા ધરમપુરમાં પાણીના નળ માટે 2500 રૂપિયા ઉઘરાવ્યા, બે વર્ષે પણ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો - Water problem in Dwarka Dharampur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 21, 2022, 7:14 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

દ્વારકા જિલ્લાની ખુબજ સધર અને સમૃદ્ધ ગ્રામ પંચાયત ધરમપુર ત્યાં વસતા લોકોની સુખાકારી માટે કોઈ જ કાળજીના લેતી હોય તેવી ઘટના સામે આવી હતી. સરકારની હર ઘર નળ નળ સે જલ જેવી વાતો ની વરવી વાસ્તવિકતા ખંભાળિયા ધરમપુર પંચાયતના ધોરીવાવ વિસ્તારમાં જોવા મળી હતી. આ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા નળની પાઈપ લાઈન નાખવા માટે ઘર દીઠ 2500 રૂપિયા ઉઘરાવ્યા હતા. પરંતુ 2 વર્ષ થયા હજુ લોકોના ઘરે નળ જ ફીટ નથી કરવામાં આવ્યા ત્યારે હાલ ભર ઉનાળે લોકોને પાણીની જરૂરિયાત વધુ  હોય છે ત્યારે મહિલાઓને પાણી (Water problem in Gujarat )માટે વલખા મારવા પડે છે. અહીં રહેતા લોકોને ટેન્કર મારફત (Water problem in Dwarka)વેચાતું પાણી મંગાવવું પડે છે તો બીજી તરફ સાર્વજનિક ટાંકા માંથી પોતાના વપરાશ માટે તેમજ પીવા માટે પાણી સારવા જવું પડે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ગ્રામ પંચાયત તંત્ર દ્વારા ધોરીવાવ વિસ્તારના લોકોને પાણી મળે તેવી કોઈ વૈકલ્પિક (Water problem in Dwarka Dharampur)વ્યવસ્થા કરવામાં આવી નથી. આવા ગંભીર પ્રશ્નો મીડિયા સમક્ષ પણ કોઈપણ વાત કરવા પણ ગ્રામ પંચાયતના સત્તાધીશો તૈયાર નથી થતાં તે જ તેમનો ઈરાદો સ્પષ્ટ કરે છે અને અહી રહેતા લોકો સ્થાનિક રાજકારણનો ભોગ બની પાણી વગર વલખા મારી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.