Water Crisis in Gujarat : પાણી સમસ્યાને લઈને કયા ગામમાં થયો આવો વિરોધ જૂઓ - Vadodara Danteshwar village
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15435807-thumbnail-3x2-vdr-aspera.jpg)
વડોદરા શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીનો કાળો કકળાટ(Water problem in Vadodara ) જોવા મળી રહ્યો છે. ચોમાસું માથે છે ત્યારે કોર્પોરેશન(Vadodara Corporation) પાસે પૂરતા પ્રેશરથી પાણી અપાતું નથી. લોકોને પાણી માટે વલખા મારવાનો વખત આવ્યો હોય તે સ્પષ્ટ છે. દંતેશ્વર ગામમાં રહેતા (protested against the water problem)લોકો છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. વારંવાર કાઉન્સિલર અને અધિકારીઓને રજૂઆત બાદ પણ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા (Vadodara Danteshwar village)તંત્રના પેટનું પાણી હલતું નથી. જેને પગલે રોષે ભરાયેલી ગૃહિણીઓએ દંતેશ્વર રામજી મંદિરથી મોરચા સ્વરૂપે નીકળી બુસ્ટર પંપીંગ સ્ટેશન ખાતે આવી માટલા ફોડી સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST