Uttarakhand News: કોર્બેટ પાર્કમાં જીવલેણ પ્રાણીઓ વચ્ચે થઈ લડાઈ, જુઓ વીડિયો - રામનગર લેટેસ્ટ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના રામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જીમ કોર્બેટ નેશનલ પાર્કમાંથી એક વીડિયો સામે આવ્યો છે. અહીં વાઘ અને રીંછ સામસામે આવે છે. આ સંઘર્ષમાં રીંછનો જીવ જાય છે. વિશ્વ પ્રસિદ્ધ જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં ઘણી વખત વન્યજીવોના દુર્લભ વીડિયો સામે આવે છે. આ વખતે પાર્કના ધેલા ટૂરિસ્ટ ઝોનમાંથી આવો જ એક દુર્લભ વીડિયો સામે આવ્યો છે, જેમાં વાઘ અને રીંછ એકબીજા સાથે લડી રહ્યાં છે. પાર્કની અંદર ગયેલા પ્રવાસીઓની સાથે નેચર ગાઈડોએ પણ આ લડાઈ તેમના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. રીંછને વાઘ સાથેની લડાઈમાં મરવું પડે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વાઘ અને રીંછ બંને એકબીજાના જીવના દુશ્મન બની ગયા છે.