Nilgiri Bear Video: રાત્રે કરિયાણાની દુકાને પહોંચ્યું રીંછ, જુઓ વીડિયો - રીંછને પકડીને જંગલમાં છોડવા વન વિભાગને વિનંતી
🎬 Watch Now: Feature Video
તમિલનાડુ: નીલગીરી જિલ્લામાં કુન્નુરની આસપાસના વિસ્તારોમાં રીંછની હિલચાલ જોવા મળી રહી છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં ફરતા રીંછને કારણે લોકો ગભરાટમાં છે. 10 એપ્રિલની રાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક રીંછ કુન્નૂરના વેલિંગ્ટન પોલીસ સ્ટેશનની સામે આવેલી કરિયાણાની દુકાનમાં આવ્યું અને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે રીંછ લાંબા સમય સુધી દુકાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતું રહ્યું. તે માણસની જેમ દુકાન ખોલવા ઉભો થયો. આ વિસ્તારના લોકોએ રહેણાંક વિસ્તારોમાં રખડતા રીંછને પકડીને જંગલમાં છોડવા વન વિભાગને વિનંતી કરી છે. નોંધનીય છે કે અગાઉ કોટાગીરી વિસ્તારમાં રખડતા રીંછને વન વિભાગ દ્વારા પાંજરામાં રાખવામાં આવતા હતા અને મુદુમલાઈ જંગલ વિસ્તારમાં છોડવામાં આવતા હતા.
આ પણ વાંચો: Uttarakhand Elephants Herd: રામનગરમાં રસ્તા પર દેખાયું હાથીઓનું ટોળું, જુઓ વીડિયો