VGGS 2024 : અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શો જોવા ઉમટી ભીડ, ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઇના સુલતાનનો સંયુક્ત રોડ શો અમદાવાદના આંગણે યોજાયો હતો. જેને લઇને રોડસાઇડ પર બંને મહાનુભાવોને આવકારવા માટે લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. જ્યારે સમગ્ર ગુજરાત ભાજપના નેતાઓ અને ગુજરાત સરકારના પ્રધાનોનો ઉત્સાહ સમાતો ન હતો. ઇવેન્ટને લઇને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે ઇટીવી ભારતના બ્યુરો ચીફ પરેશ દવેએ વાતચીત કરી હતી.
ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક મેળવવા લોકો કલાકોથી અહીં કતારમાં ઊભા રહીને વડાપ્રધાનના આગમનનો ઇંતઝાર કરી રહ્યાં હતાં. વડાપ્રધાન મોદીને જનતાના આશીર્વાદ પ્રાપ્ત છે. દેશભરમાંથી અનેક નાગરિકો વાઇબ્રન્ટમાં મહાનુભાવોનું સ્વાગત કરવા આવ્યાં છે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતને લઇને તેમણે જણાવ્યું કે વાઇબ્ન્ટ ગુજરાત ગુજરાતના તમામ જિલ્લાઓ માટે કંઇને કંઇ ઉદ્યોગ લઇને આવે છે. આ ઇન્વેસ્ટમેન્ટ થકી આપણા રાજ્યના લોકોને રોજગારીની મોટી તકો ઊભી થશે વેપારના બહુ લાભો મળશે. જૂઓ વિડીયો...