બેકાબૂ બસ પેટ્રોલ પંપમાં ઘૂસતા ઘટી દુર્ઘટના... જૂઓ વીડિયો - લખનૌ તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15891452-thumbnail-3x2-up.jpg)
લખનૌ: યુપી રોડવેઝની એક બસ બેકાબૂ થઈને પેટ્રોલ પંપમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન આખો પેટ્રોલ પંપ નાશ પામ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા (social media) પર વાયરલ થઈ રહ્યો છે. જોકે બસ ક્યાંથી ક્યાં જઈ રહી હતી તે જાણી શકાયું નથી. પરંતુ બસમાં લાગેલી નેમપ્લેટ મુજબ આ બસ મેરઠ ડેપોની હોવાનું માનવામાં આવે છે. CCTVમાં દર્શાવેલ સમય અને તારીખ મુજબ આ ઘટના 20 જુલાઈના રોજ સાંજે 4:46 કલાકે બની હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પીકઅપ વાહનનો ડ્રાઈવર ડીઝલ ભર્યા બાદ વાહનને પાછળ લઈ રહ્યો છે. આ દરમિયાન યુપી રોડવેઝની (Uttar Pradesh latest news) બસ (UP bus accident) બેકાબૂ થઈને પેટ્રોલ પંપમાં ઘૂસી ગઈ હતી. બેકાબૂ બસે પીકઅપ કારને ટક્કર મારતાં પેટ્રોલ પંપનો પણ નાશ કર્યો. ત્યાં પાર્ક કરેલી ઈનોવા કાર પણ તેની સાથે અથડાઈ હતી. આ દરમિયાન સ્થળ પર ભાગ-દોડ થવા લાગી હતી. ત્યાં હાજર લોકો આમ તેમ કોઈક રીતે ભાગીને પોતાનો જીવ બચાવે છે. વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે, બસ ડ્રાઈવરની બેદરકારીને લીઘે આ દુર્ઘટના બની હોવાનું કહેવાય છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST