મચ્છુ 3 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા, તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં અવર જવર ના કરવા અપીલ
🎬 Watch Now: Feature Video
મોરબી જિલ્લાના મચ્છુ 3 ડેમના( Machchu 3 dam)બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદથી તમામ ડેમમાં પાણીની આવક થઈ શરૂ છે. મચ્છુ 3 ડેમ અંદાજે 90 ટકા ભરાતાં તેના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદના (Morbi Machchu 3 Dam )પગલે ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે. મચ્છુ 3 ડેમમાં રૂલ લેવલ(Universal rains in Morbi ) ભરાઈ જતાં. ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલી 1676 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને મચ્છુ નદીના પટમાં અવર જવર ના કરવા અપીલ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST