શારજાહ (યુએઈ): મોહમ્મદ અમાનની આગેવાની હેઠળની ભારતની અંડર 19 ટીમે 138 રનના ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કર્યો અને બુધવારે, 4 ડિસેમ્બર, 2024 ના રોજ શારજાહના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) ને 10 વિકેટથી હરાવ્યું. હવે સેમીફાઈનલમાં ભારતની બેઠક નિશ્ચિત થઈ ગઈ છે. સતત બે મેચ જીત્યા બાદ ભારતીય ટીમના હવે ચાર પોઈન્ટ થઈ ગયા છે. UAEની ટીમ ભારત સામે ક્યાંય ટકી શકી ન હતી.
Innings Break!
— BCCI (@BCCI) December 4, 2024
A strong and disciplined bowling performance restricts UAE U19 to 137 🙌
India U19’s chase will start soon 🎯#TeamIndia | #ACC | #ACCMensU19AsiaCup pic.twitter.com/Rubbozf0fj
મેચમાં UAEની ટીમે પ્રથમ બેટિંગ કરી:
આજે UAEના કેપ્ટન ઈયાન ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ એવું લાગે છે કે, કેપ્ટનનો નિર્ણય ખોટો સાબિત થયો અને ટીમની પ્રથમ વિકેટ પાંચમી ઓવરમાં જ પડી હતી. આર્યન સક્સેના માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી એક વખત પણ એવું લાગતું નહોતું કે UAEની ટીમ ભારત સામે કોઈ પડકાર રજૂ કરી શકશે. ટીમ માટે સૌથી મોટો સ્કોર રેયાન ખાને બનાવ્યો, જેણે 48 બોલમાં 35 રનની નાની ઈનિંગ રમી. તે એકમાત્ર બેટ્સમેન હતો જે ઇનિંગ્સ દરમિયાન સિક્સર ફટકારી શક્યો હતો.
ACC Men's T20 Asia Cup 2024:
— UAE Cricket Official (@EmiratesCricket) December 4, 2024
India beat UAE by 10 wickets at the Sharjah Cricket Stadium.
UAE U19: 137 all out, 44 overs (Muhammad Rayan Khan 35, Akshat Rai 26; Yudhajit Guha 3-15)
India U19: 143 for no loss, 16.1 overs (Vaibhav Suryavanshi 76 not out, Ayush Mhatre 67 not out)… pic.twitter.com/rh6lJplXKb
ભારતે થોડા જ સમયમાં જીત મેળવી લીધી:
UAEએ માત્ર 44 ઓવર બેટિંગ કરી અને તેની આખી ટીમ આઉટ થઈ ગઈ. ટીમે 137 રન બનાવ્યા અને ભારતને 138 રનનો પડકાર આપ્યો. ભારતીય બેટ્સમેનોની સામે આ ટાર્ગેટ બહુ નાનો હતો. ભારતના ઓપનર વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે આવતાની સાથે જ શાનદાર બેટિંગ કરી અને ટુંક સમયમાં જ ટીમનો સ્કોર 50 રન સુધી પહોંચાડી દીધો. ટીમે 100નો સ્કોર પાર કર્યો ત્યારે હજુ 12મી ઓવર ચાલી રહી હતી. હવે વિજય બહુ નજીક હતો. આ પછી પણ બંનેએ સાથે મળીને શાનદાર બેટિંગ ચાલુ રાખી હતી.
India U19 unleashed sheer dominance, defeating UAE U19 by 10 wickets! The Indian bowlers dismantled the opposition, and the openers showed no mercy, chasing it down with brutal aggression. A flawless performance by the Boys in Blue! 🔥#ACC #ACCMensU19AsiaCup pic.twitter.com/77NfznoskM
— AsianCricketCouncil (@ACCMedia1) December 4, 2024
વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેએ અડધી સદી ફટકારી:
ભારતીય ટીમે 16.1 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 138 રન બનાવીને મેચ જીતી લીધી અને બે પોઈન્ટ પણ લેવામાં સફળ રહી. ભારત માટે વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે પોતપોતાની અડધી સદી પૂરી કરી હતી. વૈભવ સૂર્યવંશીએ 46 બોલમાં 77 રન અને આયુષ મ્હાત્રે 51 બોલમાં 67 રનની જોરદાર ઈનિંગ રમી હતી. વૈભવ સૂર્યવંશી પર ઘણું ધ્યાન હતું, કારણ કે તાજેતરની IPL હરાજી દરમિયાન તેને રાજસ્થાન રોયલ્સે રૂ. 1 કરોડથી વધુમાં ખરીદ્યો હતો. પ્રથમ બે મેચમાં તેના બેટમાંથી કોઈ રન નહોતા આવ્યા, પરંતુ આજે તેણે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો: