ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને કોઇની સાથે ઝગડો કે તકરાર ન થાય તે માટે વાણી સૌમ્ય રાખવી - AAJNU RASHIFAL

આજે ચંદ્ર વૃષભ રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2025, 5:01 AM IST

અમદાવાદ : આજે 11 જાન્યુઆરી, ગુરુવારના રોજ ચંદ્ર વૃષભ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. કુટુંબ અને કાર્યના ક્ષેત્રે બાંધછોડભર્યું વલણ ઘર્ષણ ટાળશે. વાણી પર કાબુ નહીં હોય તો કોઇ સાથે વાદવિવાદ કે ટંટો કરી બેસો તેવું બને. સ્‍ત્રીવર્ગથી લાભ થાય. મનની ઉદાસી આપનામાં નકારાત્‍મક વિચારો લાવશે, પરંતુ તેને હટાવી દેવાની સલાહ છે. વધુ પડતો ધન ખર્ચ થાય. ખાનપાનમાં સંયમ રાખવો પડે.

વૃષભ: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. વિચારોની દૃઢતા સાથે આપ ખંતપૂર્વક કામ કરશો. વ્‍યવસ્થિત રીતે આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. આપની કલાત્‍મક સૂઝને નિખારી શકશો. વસ્‍ત્રો, આભૂષણો સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ થાય. કૌટુંબિક સુખ શાંતિ જળવાશે. શ્રેષ્‍ઠ દાંપત્‍યસુખની અનુભૂતિ કરશો. ધનલાભની આશા રાખી શકે.

મિથુન: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપનો આજનો દિવસ શારીરિક- માનસિક અસ્‍વસ્‍થતા અને આંશિક બેચેની ધરાવતો હશે. તંદુરસ્તી થોડી નરમ રહેશે જેમાં ખાસ કરીને આંખોમાં પીડા થવાની સંભાવના છે. પરિવારજનો કે સગાંસંબંધીઓ સાથે અણબનાવ થાય. આજે વર્તનમાં અવિચારીપણું ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આપની વાતચીત કે વર્તનથી કોઇને ગેરસમજ ઉભી થાય. અકસ્‍માતથી સંભાળવું. આવક કરતાં ખર્ચ વધે માનસિક ચિંતાથી મનમાં વ્‍યગ્રતા રહે. ખોટા કાર્યોમાં શક્તિનો વ્‍યય થાય. કોઇની સાથે ઝગડો કે તકરાર ન થાય તે માટે વાણી સૌમ્ય રાખવી. આધ્યાત્મિકતા અને ઇશ્વરભક્તિ સહાયરૂપ બનશે.

કર્ક: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજનો દિવસ નવું કામ શરૂ કરવા અને નાણાંકીય યોજના બનાવવા માટે સારો છે. આપને વેપાર ધંધામાં ફાયદો થઇ શકે, નોકરિયાતોને હોદ્દામાં બઢતી મળશે અને આવકમાં વધારો થતા આપ સંતોષ અને ખુશી અનુભવશો. મિત્રો અને સગા-સ્નેહીઓ પાસેથી સારા સમાચાર મળે. શુભ પ્રસંગો બને, પ્રવાસ અને લગ્નના સંજોગો ઊભા થાય. રોમાન્સ માટે સમય સારો છે. આપ સુખમય દાંપત્યજીવન માણી શકશો.

સિંહ: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે આપનામાં દૃઢ મનોબળ અને ભરપૂર આત્‍મવિશ્વાસ હોવાથી દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્‍યવસાય ક્ષેત્રે પણ આપની બુદ્ધિ- પ્રતિભાની કદર થાય અને પદોન્‍નતિના સંજોગો ઉભા થાય. ઉપરી અધિકારીઓ પણ આપની કામગીરીથી ખુશ હશે. આપના કાર્યક્ષેત્રે આપનું વર્ચસ્‍વ વધે. પિતા તરફથી અથવા તેમની સંપત્તિથી લાભ મળે. કલાકારો અને રમતવીરો પણ પોતાની પ્રતિભા દેખાડી શકે. સરકાર સાથેનો નાણાકીય વ્‍યવહાર સફળ રહે. જમીન મકાનના દસ્‍તાવેજો કરવા માટે સારો સમય છે.

કન્યા: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપનો દિવસ ધાર્મિક કાર્યમાં પસાર થશે તેમ જણાઈ રહ્યું છે. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. વિદેશ જવાની તક ઊભી થશે. સહોદરોથી લાભ મેળવી શકશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓથી સાવચેત રહેવું પડશે. આપ નાણાંકીય લાભ મેળવી શકશો. આપના શરીર અને મન સ્વસ્થ રહેશે.

તુલા: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. સરકાર ‍વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ક્રોધથી દૂર રહેવું. અનૈતિક કામથી દૂર રહેવું. નવા સંબંધો ઉપાધિકારક બને. કોર્ટકચેરીના મામલામાં સંભાળવું. ઇશ્વર આરાધના અને આધ્યાત્મિકતાથી આપના મનને શાંતિ મળશે. નવા કાર્યની કે માંદગીમાં દવાની શરૂઆત ન કરવી. ખર્ચાઓથી વધુ થવાથી આર્થિક ખેંચ રહે.

વૃશ્ચિક: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજના દિવસે આપ રોજિંદા કાર્યોને ભૂલીને થોડાંક મોજમસ્‍તીમાં ખોવાઇ જશો. મિત્રો- પરિવારજનો સાથે બહાર ફરવા જવાનું, સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું, નવા વસ્‍ત્રો પરિધાન કરવાનું બને. જેના કારણે આપ ખૂબ ખુશ હશો. મનોરંજન કે પર્યટન સ્‍થળની મુલાકાત લેવાનું બને. રમણીય સ્‍થળે પ્રવાસ કરવાનો પ્રસંગ ઉપસ્‍િથત થાય. જાહેર માન - સન્‍માન મળે. વિજાતીય વ્‍યક્તિઓ પ્રત્‍યે વિશેષ આકર્ષણ અનુભવો. પ્રિયપાત્ર સાથેનો રોમાન્‍સ પૂરબહારમાં ખીલે. દાંપત્‍યજીવનનો ભરપૂર આનંદ માણી શકો.

ધન: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપને નાણાંકીય ફાયદો થઇ શકશે. નોકરીમાં બઢતી અને આવકમાં વધારો થશે. સહકર્મીઓની મદદ મળી રહેશે. આપનું આરોગ્ય સારું રહેશે. આપના ઘર પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે. આપના પ્રતિસ્પર્ધીઓની કોઇ યુક્તિ સફળ થઇ શકશે નહીં. આપના કામની કદર થશે. સ્ત્રી મિત્રોને મળવાનું થાય તેવી પણ શક્યતા છે.

મકર: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી પંચમ ભાવમાં છે. જે લોકો કલા અને સાહિત્યમાં રસ ધરાવે છે તેઓ પોતાની પ્રતિભા ઘણી સારી રીતે પ્રદર્શિત કરી શકશે. આપ આપની સર્જનશક્તિ અને રચનાત્મકતા સારી રીતે રજૂ કરી શકશો. પ્રિયજનો પ્રણયના રોમાંચનો અનુભવ કરી શકશે. શેરસટ્ટાથી ફાયદો મેળવી શકશો. સંતાનોને લગતી સમસ્યાઓનો ઉકેલ મળશે તેમ જ આપ મિત્રોથી ફાયદો મેળવી શકશો.

કુંભ: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપ વધારે પડતા લાગણીશીલ બનશો તો મનમાં અજંપો અનુભવાશે અને તેના કારણે તમારું જ કામ બગડશે માટે વ્યવહારુ અભિગમ રાખી ઉત્સાહ સાથે આગળ વધવાની સલાહ છે. નાણાંકીય આયોજન સારી રીતે કરી શકશો. માતા તરફથી પ્રેમ મેળવી શકશો. સ્ત્રીઓ નવા પોશાક, ઘરેણાં અને અને સૌદર્ય પ્રસાધનો ખરીદી શકશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ હોવાથી તેઓ સફળતા મેળવી શકશે. આપનો સ્વભાવ વધુ જીદ્દી બની જશે. જાહેરમાં માનભંગ ન થાય તે માટે આપે સાવચેત રહેવું પડશે.

મીન: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજનો દિવસ કામમાં સફળતા મેળવવા અને અગત્યના નિર્ણયો લેવા માટે અનુકૂળ છે તેમ જણાઈ રહ્યું છે. આપના વિચારોમાં સ્થિરતા જળવાશે. દરેક કામ સારી રીતે પાર પાડી શકશો. કલાકારો પોતાની કુશળતા સારી રીતે રજૂ કરી શકશે અને તેમની કલાને લોકો વખાણશે. જીવનસાથેના સંબંધો વધુ ગાઢ બનશે. મિત્રો સાથે હરવા ફરવાનું થાય. વિરોધીઓ પર વિજય મેળવી શકશો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.