ETV Bharat / state

ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે કરશે ઘઉંની ખરીદી, કેવી રીતે કરાવશો નોંધણી જાણો - PURCHASE OF WHEAT AT SUPPORT PRICE

ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2025-26માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ. 2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરાશે.

ગુજરાત સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે
ગુજરાત સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2025, 7:35 AM IST

બનાસકાંઠા: ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2025-26માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ. 2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લીમીટેડ મારફતે કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે 1 જાન્યુઆરી 2025 થી કરવામાં આવી છે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે.

ક્યાં જરૂરી કાગળો જોઈશે?: ખેડૂતોએ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો 7,12/8માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો 12 ગામ નમુના.અ ની નકલ/ તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય. તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઈ. આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

ખેડૂતોને SMS દ્વારા જાણ કરાશે: ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ કે ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. જેની નોંધ લેવાની રહેશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ યોગ્ય રીતે અપલોડ થાય અને માગ્યા મુજબના જ અપલોડ થાય, તેની નોંધણી કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે. તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે ખેડૂતને જાણ કરવામાં આવશે નહી, તેમ જણાવવામાં આવ્યું છે.

મદદ માટે હેલ્પલાઈનની મદદ: નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તે માટે હેલ્પલાઇન નંબર 8511171718 અને 8511171719 ઉપર ખેડૂતે સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારી પાલનપુર દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મગફળી બાદ હવે ઘઉં પણ ટેકાના ભાવે ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં વેચવા માંગતા ખેડૂતોની નોંધણી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ થાય, તેવી અપીલ કરવામાં આવી છે અને ખેડૂતોને મુશ્કેલી ન પડે તેવી સરળ પદ્ધતિ પણ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. ધાનેરામાં ધરણાં: જિલ્લા વિભાજનને લઈ 'સરકાર નહીં સાંભળે તો વિધાનસભા ઘેરીશું'
  2. આ તે કેવો વિકાસ ! જ્યાંથી પાણીની પાઈપલાઈન નિકળે છે, ત્યાં જ પાણી માટે માગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.