પોરબંદર: બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારો દિનપ્રતિદિન વધી રહ્યા છે. હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવે છે. હિંસા અને હત્યાના બનાવોમાં ખુબ વધારો જોવા મળી રહ્યો છે. ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઇ રહ્યા છે. આ પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. ત્યારે પોરબંદરમાં હિન્દુ સંગઠનોએ સુદામા ચોકથી કમલાબાગ સુધી મૌન રેલી યોજી હતી.
મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું
પોરબંદરમાં હિન્દુ સંગઠનોએ એકત્રિત થઈને ઇસ્કોનના સંત ચિન્મયકૃષ્ણદાસજીને તાત્કાલિક જેલ મુક્ત કરવા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને બંધ કરાવવામાં આવે તેમજ પીડિતોને તાત્કાલિક ન્યાય અપાવવા અને ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જેવા મુદ્દાઓ સાથે વિશાળ મૌન રેલી યોજી હતી. હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારાઓ કરાવવા જેવી માંગણીઓને ગંભીરતાથી લઇને યોગ્ય પગલા ભરવામાં આવે તે અંગે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોએ એકઠા થઇને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.
આ પણ વાંચો: