Surat News: ઉમરપાડા તાલુકામાં યુવતીના ફેંક વીડિયો વાયરલ કરી બદનામ કરનારા ઇસમને પોલીસે ઝડપી લીધો

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 11:16 AM IST

સુરત: જિલ્લામાં એક યુવતીને બદનામ કરવાના ઇરાદે યુટ્યુબમાંથી બીભત્સ વિડિયો ડાઉનલોડ કરી યુવતીનો હોવાનું જણાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર યુવકને પોલીસે દબોચી લીધો હતો. તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. વાડી ગામે રહેતા શેતાન નરેશ ઈશ્વરભાઈ વસાવા એ ગામની જ એક યુવતીને ટાર્ગેટ કરી હતી. આ યુવતીને સમાજમાં અને ગામમાં બદનામ કરવા માટે યુટ્યુબમાંથી એક બીભત્સ વિડિયો ડાઉનલોડ કર્યો હતો. બાદમાં વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા એપમાં આ બીભત્સ વિડિયો ગામની યુવતી હોવાનું જણાવી વાયરલ કર્યો હતો. જોત જોતામાં આ વીડિયો ફરિયાદી યુવતી અને તેઓના પરિવાર પાસે પહોંચી ગયો હતો. 

આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી: શેતાન યુવકે કરેલ હરકતને લઈને તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. તરત ઉમરપાડા પોલીસ મથકે પહોંચ્યા હતા. યુવતીએ કરેલ ફરિયાદ ઉમરપાડા પોલીસે ગંભીરતાથી લીધી હતી અને આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી.  ગણતરીના દિવસોમાં જ પોલીસે આ આરોપીને દબોચી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે યુવતીને બદનામ કરવા માટે કાવતરું ઘડનાર ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે હાલ જરૂરી બન્યું છે.

સુરત ગ્રામ્ય DYSP બી.કે વનારે જણાવ્યું હતું કે ઉમરપાડા પોલીસ મથક ખાતે મળેલી ફરિયાદ મુજબ આ ગુનાના ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ આ આરોપીને ઝડપી લીધો છે.અને તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. Surat Crime : પ્રતિષ્ઠિત વ્યક્તિના નામે રૂપિયા પડાવતો ભેજાબાજ ઠગ ઝડપાયો, સુરત ક્રાઈમબ્રાંચની કાર્યવાહી
  2. Jamnagar Cirme : જામનગરમાં વામ્બે આવાસ પાસેથી પુરુષનો મૃતદેહ મળ્યો, ઓળખ ન મળતાં રહસ્ય ઘેરાયું

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.