Ukai Dam: ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા, પાણી છોડાતાં નદીના કિનારાના નજીકના ગામોને એલર્ટ
🎬 Watch Now: Feature Video
તાપી: ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ઉકાઈ ડેમના ફરી દરવાજા ખોલાયાં છે. ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવતા તાપી નદીના કિનારેના ગામોને એલર્ટ કરાયાં છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 2 દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યાં છે અને ડેમમાંથી 44 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી હાલ 343.88 ફૂટ પર પહોંચી છે અને ડેમનું રુલ લેવલ 345 ફૂટ છે. ઉપરવાસમાંથી હાલ 79 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. ગત મંગળવારે ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતાં ત્યારે ત્રણ દિવસ બાદ આજે ફરી ડેમના દરવાજા ખોલવામાં આવતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તાપી નદીના કિનારાના નજીકના ગામોને એલર્ટ કરાયા છે. જેમાં નદી કિનારાના પાસે ન જવા માટે લોકોને ના પાડવામાં આવી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ઉકાઈ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે ત્યારે ઉકાઈ ડેમના અધિકારીઓ પણ એલર્ટ મોડમાં છે.