મહાકાલ મંદિરમાં મહિલા સુરક્ષાકર્મીઓનો ફિલ્મી ગીતો પર ડાન્સ, VIDEO વાયરલ - female cops dancing intside mahakal temple
🎬 Watch Now: Feature Video
ઉજ્જૈનમાં ધાર્મિક સ્થળોએ ફિલ્મી ગીતો પર ડાન્સ કરવાનો ટ્રેન્ડ બની ગયો(female cops dancing intside mahakal temple) છે, ફેમસ થવાના અને ફોલોઅર્સ વધારવાના લોભમાં દરેક વ્યક્તિ એ ભૂલી રહ્યા છે કે તેમની એક અજ્ઞાનતા ઘણા લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને તે વિવાદનું મોટું કારણ બની શકે છે. ત્યારે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પરિસરમાં ફરી એકવાર બે મહિલા સુરક્ષા કર્મચારીઓએ ફિલ્મી ગીતો પર રીલ બનાવીને વાયરલ કરી છે. વાયરલ વીડિયો મહાકાલ મંદિર પરિસરમાં આવેલા વિશ્રામ ધામનો છે, જો કે આ વીડિયો ક્યારેનો છે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. હાલમાં આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST