બે ઘેટાં વચ્ચે ચાલી રહેલી લડાઈમાં આવ્યો ટ્વિસ્ટ, વીડિયો જોઈને કહેશો... હાય રે શું થઈ ગ્યું

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 22, 2022, 9:17 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

કર્ણાટકના વિજયપુરમાં ઘેટાંની લડાઈમાં એક દર્દનાક અકસ્માત થયો હતો. બસવાના બાગેવાડી મેળા દરમિયાન આયોજિત આ રમતમાં બે ઘેટા માર્યા ગયા હતા. આ ગેમનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અહીં બસવાન બાગેવાડી મેળામાં ઘેટાંની લડાઈ કરવામાં આવે છે. આ વખતે આ રમતમાં આજુબાજુના ગામડાઓમાંથી ઘેટાંને લડવા માટે લાવવામાં આવે છે. આ રમતની વચ્ચે, બાગલકોટ જિલ્લાના બેનકાટ્ટી ગામનું એક ઘેટું વિજયપુર જિલ્લાના બાગેવાડી તાલુકાના મનાગુલી ગામના ઘેટાં સાથે હરીફાઈ કરી હતી. મનગુલી ગામનાં ઘેટાંએ બેનકાટ્ટી ગામનાં ઘેટાં સાથે એટલુ જોરથી માથું પછાડ્યું કે, તે ત્યાં જ મરી ગયો હતો. એ જ રીતે નિદાગુંડી તાલુકાના બેનાલા ગામના ઘેટાં એક જ ઝાટકે મૃત્યુ પામ્યા હતા. ઘેટાંના મૃત્યુથી તેમના માલિકો ખૂબ જ દુઃખી હતા. મેળાની આયોજક સમિતિ દ્વારા તેમને 35 હજાર રૂપિયા અને 40 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું. Sheep Fight Competition, sheep fight in vijaypur karnatak, Basavana Bagewadi fair
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.