Viral Video: માછીમારી કરવા જતી બે બોટ દરિયામાં ટકરાઈ, સદનસીબે દુર્ઘટના ટળી - tragedy was avoided
🎬 Watch Now: Feature Video
માછીમારી કરતી વખતે દરિયામાં બે બોટ ટકરાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોઈ બોટ અથડાયા બાદ કોઈ નુકસાન કે અન્ય જાનહાનીના સમાચાર નથી. દરિયામાં બોટની અથડામણ બાદ બંને બોટ ફરી એક વખત દરિયામાં માછીમારી કરવા માટે રવાના થઈ હતી.મધદરિયે માછીમારી કરવા માટે જતી બે બોટ અચાનક સામસામે અથડાઈ પડ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બોટના અથડાયા બાદ કોઈ જાનહાનિના સમાચાર કે બોટને કોઈ નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા નથી. અચાનક માછીમારી દરમિયાન બે બોટ દરિયામાં આકસ્મિક સંજોગોને કારણે અથડાઈ પડી હતી. જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બોટને અથડામણથી દૂર કરવાનો ટંડેલ દ્વારા ચોક્કસ પણે પ્રયાસ કર્યો હશે. પરંતુ દરિયામાં બોટને તુરંત કોઈ નવી દિશા પર લઈ જવી કોઈ પણ ટંડેલ માટે નામુમકીન હોય છે. સદનસીબે બંને બોટની અથડામણ બાદ બોટમાં કોઈપણ પ્રકારનુ નુકસાન કે બોટ પલટી જતા સુધીની કોઈ ગંભીર ઘટના સામે આવી નથી. બોટ અથડાયા બાદ તેને કોઈપણ પ્રકારનું નુકસાન નહિ થતાં બંને બોટના ટંડેલે મધદરિયે માછીમારી કરવા માટે બોટને હંકારી દીધી હતી.