ઓહો... 7 હજાર રંગબેરંગી ટ્યુબલાઈટ સ્ટીકથી ગરબી સુંદર શણગાર - tubelight stick Decoration Navratri in Jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગર હાપા રેલ્વે ગરબી મંડળ દ્વારા ભવ્ય (Navratri in Jamnagar)નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 7 હજાર નોન યુસ ટ્યુબલાઈટ સ્ટીકથી નવરાત્રી પંડાલ બનાવવામાં આવ્યો છે. હાપા રેલવે ગરબી મંડળના યુવકો દ્વારા છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરવામાં આવી હતી. અહીં 150 જેટલી (Navratri 2022 in Jamnagar) બાળાઓ નવરાત્રી રમે છે તેમજ હાપા ગરબી જોવા માટે આજુબાજુના 20થી 25 કિલોમીટર દૂરથી લોકો આવે છે. હાપા રેલવે ગરબી મંડળ દ્વારા દર વર્ષે ભવ્ય ગરબીનું આયોજન કરવામાં આવતું હોય છે. ગત વર્ષે 5000 ટ્યુબલાઈટની નવરાત્રી બનાવવામાં આવી હતી. તો આ વર્ષે 7000 ટ્યુબલાઈટ સ્ટીકથી નવરાત્રી બનાવવામાં આવીને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. (tubelight stick Decoration Navratri in Jamnagar)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST