ગાગરમાં ફસાયો બાળક, જીવના જોખમે બચાવાયો - ગાગરમાં બાળકની કમર ફસાય

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 28, 2022, 9:04 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

આંધ્રપ્રદેશના વામકુંતલા ગામના એક પરિવારને ઘરે પ્રસંગ હતો. આ દરમિયાન, તેમના ઘરે એક મહિલા સહિત તેનો 4 વર્ષનો પુત્ર પણ આવ્યો હતો. ઘરની દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત હતા તે સમયે આ વિક્રમ નામનો બાળક રમતો રમતો પાણીની ગાગરમાં બેસી ગયો હતો. આ બાદ તે એટલો અંદર ચાલ્યો ગયો હતો કે તેની કમર તેમા ફસાઈ ગઈ હતી. તેને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તે બહાર આવી શક્યો નહી. આખરે તેને બહાર કાઢવા માટે બ્લેડ કટરની મદદ લેવામાં આવી હતી. તેમના જીવના જોખમે બ્લેડ કટરથી ગાગરને તોડવામાં આવી અને બાળકને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન બાળક ખુબ રડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. metal water pot, viral video, Save child life, Trapped in metal water pot
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.