Navratri 2023: ભાવનગરમાં પરંપરાગત શેરી ગરબાની ધૂમ, પ્રાચીન-અર્વાચીન ગરબા પર ઝુમતા ખેલૈયાઓ - ગરબો 2023
🎬 Watch Now: Feature Video
Published : Oct 21, 2023, 10:11 AM IST
ભાવનગર: સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો ઉત્સાહ અને અનેરો ઉમંગ જોવા મળી રહ્યાં છે, ત્યારે ખેલૈયાઓે પણ શેરી ગરબા અને પાર્ટી પ્લોટમાં ગરબાની ધૂમ મચાવી રહ્યાં છે. ભાવનગરમાં પણ શેરી અને સોસાયટીઓમાં થતાં ગરબાઓ લોકો મન મુકીને ઝૂમી રહ્યા છે. શહેરમાં શહેરી ગરબીઓમા યુવા ખેલૈયાઓ ગરબાની રમઝટ સાથે માતાની આરાધનામાં તરબોળ બન્યાં છે. શહેરના દેસાઈનગર વિસ્તારમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે, અહીંની ગાયત્રી સોસાયટીઓમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓનો ગરબાનો જબરદસ્ત જોમ જુસ્સો જોવા મળ્યો હતો. જૂના અને નવા ગુજરાતી ગીતો સાથે પૌરાણિક ગરબાઓના સથવારે યુવા ખેલૈયાઓ ઝુમતા જોવા મળ્યાં હતાં. શહેરમાં અલગ અલગ શેરી, સોસાયટીઓમાં યુવક મિત્ર મંડળ, સોસાયટી સંચાલિત કે સમૂહમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.