બીલીમોરામાં ઉજવાઇ મિયાવાકી પદ્ધતિથી બનેલા જંગલની પ્રથમ વર્ષગાંઠ - અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 6, 2022, 4:39 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

નવસારી બીલીમોરાના હરિયાળી ગ્રુપ ( Planting Trees by Hariyali Group ) દ્વારા આંતલિયા જીઆઇડીસી ( Antaliya GIDC ) વિસ્તારની પડતર જમીનમાં થીમ જંગલ ઊભું કરાયું હતું. તેની પ્રથમ વર્ષ ગાંઠ ઉજવણી ( Theme Jungle Bilimora Celebration ) અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલના હસ્તે કેક કાપીને કરવામાં આવી હતી. જંગલનો બર્થ ડે ઉજવાયો હોય એવો કદાચ ગુજરાતનો આ પ્રથમ પ્રસંગ હશે. એક વર્ષ અગાઉ મિયાવાકી કોન્સેપ્ટ ( Miyawaki Method of japan )પર જંગલ ઉભું કરવા માટે સ્થાનિક વૃક્ષો સહિત ગુજરાત, ભારત અને વિશ્વના અનેક ખૂણાઓમાંથી જાણીતા વૃક્ષો લાવી નજીક નજીક વાવવામાં આવ્યા હતાં. જૈવ વિવિધતાને ધ્યાને લઇ બનાવવામાં આવેલા આ જંગલમાં અનેક પ્રજાતિના 150થી વધુ વૃક્ષો વવાયા હતાં. જેની જાળવણી ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવી એના ફળ સ્વરૂપે આજે અલગ અલગ પ્રદેશમાં થતા અને અહીં ઉગી શકે એવી શક્યતા ન હોય એવા ઠંડા પ્રદેશના વૃક્ષો પણ સારી રીતે ઉછેર પામ્યા છે. વર્ષગાંઠ નિમિત્તે આ પ્રસંગે પુરવઠા પ્રધાન નરેશ પટેલ ( Food and Supplies Minister Naresh Patel ) અને નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈના ( Navsari MLA Piyush Desai ) હસ્તે વૃક્ષારોપણ અને ગ્રુપની વેબસાઇટ hriyali.net નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પુરવઠા પ્રધાન નરેશ પટેલે પ્રયાસને બિરદાવી અન્યોને પણ પ્રેરણા લેવા અપીલ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.