બુર્જ ખલિફા જોવા હવે નહીં જવું પડે વિદેશ, યુવકે કર્યો નવો જુગાડ - Vadodara Built Burj Khalifa
🎬 Watch Now: Feature Video
વડોદરા : તરસાલી વિસ્તારમાં વિશાલ નગરમાં રહેતા દીપક લક્ષ્મીચંદ રાહુજાએ કંઈક નવું કરવાની તમન્નાને સખત જહેમત બાદ સાકાર કરી છે. પોતાના રોજિંદા જીવનમાંથી થોડો થોડો સમય ફાળવીને બુર્જ ખલીફાનું મોડેલ (Burj Khalifa) ઉભું કર્યું છે. 6000 આઈસ્ક્રીમ સ્ટીકને ફેવિકોલથી ચોંટાડીને દુબઇ ખાતેના બુર્જ ખલિફાની 10 ફુટ ઊંચી તેમજ 35 કિલો વજન ધરાવતી પ્રતિકૃતિ બનાવી છે. વિશ્વની 829.8 મીટર ઊંચી કલાત્મક ઇમારતની પ્રતિકૃતિ (Burj Khalifa in Vadodara) તૈયાર કરી લાઇટ ગ્રે કલર કર્યો છે. જેમાં, મેઘધનુષી લાઇટીંગ પણ લગાવવામાં આવેલી છે. જેથી એનો ઉઠાવ ખરેખર ઓરિજીનલ બુર્જ ખલિફા જેવો જ આવી રહ્યો છે. દિપક રાહુજાની ઈચ્છા એ છે કે, તેમને આટલી મહેનત કરીને પ્રતિકૃતિ તૈયાર કરી છે એ દુબઈના રાજા (Vadodara Built Burj Khalifa) સુધી વાત પહોંચે. એમને પણ ત્યાં જાણ થાય કે વડોદરાના યુવાએ દુબઈની ઓળખને બખૂબી બનાવી છે. આ બુર્જ ખલીફાને નિહાળી શકે એવા સ્થળ પર મૂકવું છે. કારણ કે, દરેક લોકો દુબઈ તો જઈ નથી શકવાના તો, લોકોનું જે સ્વપ્ન હોય છે દુનિયાની સૌથી ઊંચી ઇમારત (Burj Khalifa Building) જોવાનું એ અહીંયા ભારતમાં રહીને જ પૂર્ણ થઈ શકે. આ વસ્તુ સાબિત કરે છે કે, પોતાના શોખને વ્યક્તિ એ ગમે ત્યારે સમય કાઢીને પૂરી કરવી જોઈએ.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST