Talati Exam 2023: પીઠી ચોળી 150 કિ.મી. દૂર તલાટીની પરીક્ષા આપવા પહોંચી ફાલ્ગુની - Falguni reached 150 km far to give the Talati
🎬 Watch Now: Feature Video

પંચમહાલ: વડોદરાની ફાલ્ગુની પીઠી લગાવેલી હાલતમાં તલાટીની પરીક્ષા આપવા પહોંચી હતી. વડોદરાની પરીક્ષાર્થી ફાલ્ગુની પરમારના આવતીકાલે લગ્ન છે અને ઘરમાં આજે લગ્નની શરણાઇઓ વાગી રહી છે, આવા માહોલ વચ્ચે ફાલ્ગુની પોતાના ઘર થી 150 કિલોમીટર સુધી દાહોદ ખાતે પરીક્ષા આપવા માટે પહોંચી ગઈ છે. ઘરમાં ગણેશ સ્થાપના થઈ ગઈ અને ઘરમાં લોકો ઉત્સાહ માનવી રહ્યા છે ત્યારે ફાલ્ગુનીએ આજના યુવક માટે એક દાખલો ઉભો કર્યો છે. ફાલ્ગુનીએ જણાવ્યું હતું કે આજે સવારે ગણેશ સ્થાપન અને પીઠીની વિધી પતાવી હતી અને ત્યારબાદ આખો દિવસ ફક્શન ચાલવાનું હતું, પરતું, જીવનમાં લગ્નની જેમ જ સ્પર્ધાત્મક પરીક્ષા મહત્વની હોવાથી હું ઘરેથી પરીક્ષા આપવા માટે નીકળી ગઈ હતી. મારી ગેરહાજરીમાં પણ ફક્શન ચાલુ જ રહેશે.
Talati Exam 2023: પરીક્ષા પૂર્ણ, પેપર લાંબુ હોવાનો ઉમેદવારોનો મત
Talati Exam 2023: જામજોધપુરમાં તલાટીની પરીક્ષા દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી
TAGGED:
Talati Exam 2023