કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્ર લખેલો 6 ફૂટ લાંબો પત્ર ભગવાનને ધરાવાયો - swaminarayan sampraday

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 19, 2022, 11:18 AM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

અમદાવાદમાં કુમકુમ મંદિર (Kumkum Swaminarayan Temple) દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની 221મી જયંતી ઉજવણી (swaminarayan mahamantra anniversary) કરવામાં આવી હતી. આ સાથે જ 40 ભાષામાં સ્વામિનારાયણ મહામંત્ર લખેલો 6 ફૂટ લંબાઈ ધરાવતો વિશાળ પત્ર સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના (Kumkum Swaminarayan Temple) સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજથી 221 વર્ષ પહેલા સહજાનંદ સ્વામીએ સંવત્‌ 1858ના માગશર વદ એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે “સ્વામિનારાયણ'' નામ આપ્યું હતું. ત્યારથી આ સંપ્રદાય “સ્વામિનારાયણ સંપ્રદાય ''તરીકે (swaminarayan sampraday) પ્રસિદ્ધ થયો હતો. ને ત્યારપછી સૌ કોઈ સહજાનંદસ્વામીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે જગમાં ઓળખાતા થયા હતા. આથી આ માગશર વદ એકાદશીની ઉજવણી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરોમાં કરવામાં આવે છે. આ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી ભૂત, પ્રેત આદિ નાશી જાય છે. આધિ, વ્યાધિ,ઉપાધિ ટળી જાય છે. આલોક અને પરલોકમાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરનાર સુખશાંતિને પામે છે. આ મંત્રનો જાપ કરનારને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે. તેમણે ઉંમેર્યું હતું કે, આ એકાદશીનું મહાત્મયનું પઠન કરનારને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરૂડ, મનુષ્યોમાં બ્રાહ્મણને શ્રેષ્ઠ ગણાવામાં આવે છે તેમ બધા વ્રતોમાં આ સફલા એકાદશી વ્રત શ્રેષ્ઠ છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.