બેટ દ્વારકામાં PFI કનેક્શનની શંકાના પગલે પોલીસ દ્વારા મેગા ડીમોલિશન ડ્રાઈવ જોવા મળી - Mega Demolition Drive by Police
🎬 Watch Now: Feature Video
યાત્રાધામ બેટ દ્વારકામાં PFI કનેક્શનની શંકા ( Suspicion of PFI connection in Bet Dwarka ) ના આધારે હાથ ધરાયેલ મેગા ડીમોલિશન ડ્રાઈવ ઓપરેશનમાં 30 જગ્યાઓ પર એકસાથે ડીમોલિશન કરાયું છે. આ કાર્યવાહીમાં ચોકાવનારી વિગતો સામે આવી શકે છે. ડીમોલેશન ઓપરેશન દરમિયાન PFI સાથે શંકાસ્પદ કનેક્શન ધરાવનાર ઈસમો (Entities with dubious connections to PFI )ની પૂછપરછ હાથ ધરાઇ છે. બેટ દ્વારકામાં પોલીસ દ્વારા મેગા ડીમોલેશન ડ્રાઇવ ( Mega Demolition Drive by Police ) કરીને કિંમતી જમીનો પરના દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરાઈ રહી છે. આ કાર્યવાહીમાં કોમર્શિયલ, રહેણાક, ધાર્મિક જેવા અનેક સ્થળો પર દબાણ દૂર કરાઇ રહ્યું છે. મેગા ડીમોલિશન ડ્રાઇવ દરમિયાન બેટ દ્રારકા તેમજ આસપાસ આવેલ અન્ય નિર્જન ટાપુ પરથી શંકાસ્પદ સાહિત્ય સહિત ગેરકાનૂની ગતિવિધિઓ ઝડપાઇ શકે છે. દેવભૂમિ દ્વારકાના એસપી નિતીશ પાંડેએ જણાવ્યું હતું કે બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ છે, તેનો કલેક્ટરના રેવન્યૂ વિભાગ અને નગરપાલિકાની સાથે પોલીસે સર્વે કર્યો હતો. આ ગેરકાયદે દબાણ દૂર કરવા માટે અમે આજે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. અહીંયા જોઈન્ટ્સ ટીમ કામ કરી રહી છે. કોમર્શિયલ રીતે જે ગેરકાયદે બાંધકામ થયા છે, તેના પર અમે ફોક્સ કર્યું છે. આ કામગીરી દરમિયાન શાંતિનું વાતાવરણ રહે તે માટે થઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. આજુબાજુના જિલ્લામાંથી પોલીસ મંગાવી છે અને એસઆરપીની કંપની પણ બોલાવી છે. આ ઉપરાંત અમારુ ડ્રોનથી પેટ્રોલીંગ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે પુરતો બંદોબસ્ત છે. ડીમોલીશન માટે અમે બે ટીમ બનાવી છે. રોજબરોજ આ કામ ચાલુ રહેશે. આ કામનો વિરોધ કરનારા લોકો વિરુદ્ધ કાયદેસરીની કાર્યવાહી કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST