Vastadi Bridge Collapse : વસ્તડી ચૂડા પુલ દુર્ઘટના બાદ ગ્રામજનો ભોગાવો નદીના પાણીમાંથી જવા બન્યાં મજબૂર
🎬 Watch Now: Feature Video
Published : Sep 25, 2023, 5:31 PM IST
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રોજ બ્રિજ તૂટવાની ઘટના બની હતી. વસ્તડી ચૂડા ગામનો પુલ ધરાશાયી થતા અને આ પુલ 100થી વધુ ગામોને જોડતો હોવાથી હવે લોકોને ભોગાવો નદીમાં ચાલીને પસાર થવું પડી રહ્યું છે. લોકોને સુરેન્દ્રનગર વઢવાણ સહિત 12 ગામો સુધી પહોંચવા માટે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ખુલ્લું છોડીને પસાર થવાની ફરજ પડી રહી છે. ચોમાસાને લઇ નદીમાં પાણી છે ત્યારે ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. સરપંચ અને ગ્રામજનોએ અગાઉ પણ તંત્રને લેખિત રજૂઆત કરી હતી છતાં ધ્યાન અપાયું ન હતું. વસ્તડી ગામમાં જવા લોકોને છથી સાત કિલોમીટર ચાલીને જવું પડે છે. જ્યારે ગામમાં જવા આ એકમાત્ર રસ્તો હોવાથી ઘણા લોકોને 8 થી 10 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેથી લોકો નદીના પાણીમાંથી પસાર થઈને જીવ જોખમમાં મૂકીને પણ નદી પાર કરવાની ફરજ પડી છે. વૈકલ્પિક વ્યવસ્થા કરી રસ્તો બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.