Surat News : કીમ ચોકડી પાસે પસાર થતા સ્ટેટ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા - Keem Chokdi State Highway

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 13, 2023, 10:37 PM IST

સુરત : કીમ ચાર રસ્તા પાસે પસાર થતા રાજ્યધોરી માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, બારડોલી સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસી રહેલા વરસાદને સમગ્ર જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે માંગરોળ તાલુકાના કીમ ચોકડી પાસે પસાર થતા કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર વરસાદી પાણીના નિકાલના અભાવે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે હાઇવે પર અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

દર વર્ષે આ સમસ્યા : તેમજ કીમ ચોકડી નજીક આવેલા ફીરદોશ શોપિંગ સેન્ટરમાં પણ વરસાદી પાણી પ્રવેશી જતા શોપિંગમાં આવી જતાં રાહદારીઓ વરસાદી પાણીમાં ચલાવવા મજબૂર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે દર ચોમાસાની ઋતુમાં આ સમસ્યા સર્જાઈ છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રાજ્યધોરી માર્ગ પર ખાડા પડી ગયા છે. જેને લઇને અકસ્માત થવાનો પણ ભય સૌને સતાવી રહ્યો છે. તંત્ર આ સમસ્યાનો નિવેડો લાવે તે હાલ જરૂરી બન્યું છે. તેમજ આ રાજ્યધોરી માર્ગ પર બે ટોલ પ્લાઝા પણ આવેલા છે. લોડીંગ વાહનો પાસેથી ટોલ ઉઘરાવી રહ્યા છે પણ અમોને ખબર જ નથી પડતી કે કંઈ સુવિધાનો તેઓ ટોલ ઉઘરાવી રહ્યા છે. સ્થાનિક નેતાઓ અંગત રસ દાખવી આ બાબતે ઘટતું પૂરું કરે તેવી માંગ છે. - વિજયભાઈ (વાહન ચાલક)

માંડવીમાં સારો વરસાદ : માંડવી તાલુકામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગણતરીની કલાકોમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. નદી, નાળા છલકાઈ ગયા હતા જેને પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. જોકે પ્રિ મોન્સુન કામગીરીની વાત કરતા તંત્રની મેઘરાજાએ પોલ ખોલી નાખી હતી. 

  1. Uttarakhand News : વિડીયો બનાવતો યુવાન ડૂબ્યો, ઉત્તરાખંડમાં માલણ નદી પરનો પુલ વચ્ચેથી તૂટ્યો
  2. Surat Rain : ઉમરપાડાનો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, સહેલાણીઓ મન મોહક દ્રશ્યો નિહાળવા પહોંચ્યા
  3. Gujarat Rain Update : ગુજરાતમાં 17 જૂલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.