Surat Rain : ઉમરપાડાનો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, સહેલાણીઓ મન મોહક દ્રશ્યો નિહાળવા પહોંચ્યા
🎬 Watch Now: Feature Video
સુરત : રાજ્યમાં હાલ વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા પોતાના મૂડ પ્રમાણે વિવિધ વિસ્તારોમાં વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સુરત જિલ્લાના જળાશયોમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ છે, ત્યારે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે ઉમરપાડા તાલુકાના દીવતણ ગામે આવેલો દેવઘાટ ધોધ પણ ફરી જીવંત થયો છે. ધોધમાં મોટી માત્રામાં પાણીની આવક થતાં ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ ધોધનો નજારો જોવા દક્ષિણ ગુજરાતમાંથી દુર દુરથી સહેલાણીઓ આવી રહ્યા છે અને દેવઘાટ દોધના મન મોહક દ્ર્શ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી રહ્યા છે, ત્યારે
છેલ્લા અઠવાડિયાથી ધોધમાં પાણીની આવક થઈ રહી છે પણ છેલ્લા એક બે દિવસથી ધોધમાં મોટી માત્રામાં પાણી વહી રહ્યું છે. હાલ દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે સરકાર દ્વારા ખાસ સગવડ પણ ઊભી કરવામાં આવી છે. - ભોલેસીગ (RFO, દેવઘાટ બીટ જંગલ વિસ્તાર)
સુરત જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ : સુરત જિલ્લામાં અષાઢ મહિનાનો બેસતા જ મેઘરાજાએ પધરામણી કરી દીધી હતી, ત્યારે અત્યાર સુધીમાં વરસેલા વરસાદની વાત કરીએ તો ઓલપાડ તાલુકામાં 233 mm, માંગરોળ તાલુકામાં 349 mm, ઉમરપાડા તાલુકામાં 698 mm, માંડવી તાલુકામાં 723 mm, કામરેજ તાલુકામાં 491 mm, સુરત સિટીમાં 358 mm, ચોર્યાસી તાલુકામાં 339 mm, પલસાણા તાલુકામાં 755 mm, બારડોલી તાલુકામાં 870 mm અને મહુવા તાલુકામાં 805 mm વરસાદ નોંધાયો છે.