Surat Railway Station: સુરતમાં વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ - Darshana jardosh

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 2:28 PM IST

સુરતમાં વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં ઇન્ટરસિટી બસ સ્ટેશન, બિઝનેસ ટાવર ચાર વધુ રેલ્વે પ્લેટફોર્મ મોલ સહિત આંતરાજ્ય બસ સ્ટેશનની સેવા લોકોને મળી રહેશે. પ્રોજેક્ટ હેઠળ રેલવે મંત્રાલય દ્વારા એલિવેટેડ રોડ પણ બનાવવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન ખાતે ખાસ એલિવેટેડ રોડ માટે રેલવે તંત્ર દ્વારા 496.98 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ રેલવે સ્ટેશન તૈયાર થવામાં ઝડપી કામ થશે.

ચાર વર્ષમાં આ એલિવેટેડ રોડની કામગીરી પૂર્ણ થઈ જશે. સંપાદનની સો ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ રોડની ખાસિયતની વાત કરવામાં આવે તો યાત્રા કરવા માટે આવનારી યાત્રીઓ સીધે નવનિર્મિત કોમર્શિયલ હબ સુધી પહોંચી શકશે એટલું જ નહીં પ્લેટફોર્મ સુધી જવા માટે પણ યાત્રીઓને સુવિધા થઈ જશે. કોરીડોર બનીને તૈયાર થઈ જશે તો સુરત પૂર્વ તેમજ પશ્ચિમ બંને વિભાગ અવરજવર કરનારી યાત્રીઓને સુવિધા મળી રહેશે. તે ઇંધણની બચત થશે આ સાથે રેલવે સ્ટેશન રીંગરોડ વરાછા રોડ અને લંબે હનુમાન રોડ સાથે સીધો જોડાશે. રોડની કુલ લંબાઈ 5479 મીટર જેટલી રહેશે. - દર્શનાબેન જરદોશ ( રેલવે રાજ્ય પ્રધાન)

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.