Surat News : સુરતમાં પ્રથમવાર સમલૈંગિક સમાજના લોકોની રેલી, સમાજ તેમનો સ્વીકાર કરે તેવી ઈચ્છા - Surat bike rally
🎬 Watch Now: Feature Video

સુરત : સુરતમાં પ્રથમવાર સમલૈંગિક સમાજના લોકોએ બાઈક રેલી કાઢીને સમાજ તેમનો સ્વીકાર કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આશરે 200 પણ વધુ સમલૈંગિક સમાજના લોકો બાઈક રેલીમાં જોડાયા હતા. We The Change Group દ્વારા આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે એલજીબીટી કોમ્યુનીટી માટે કાર્યરત છે. આ બાઈક રેલી VR મોલથી શરૂ થઈને SVNIT કોલેજ સુધી પહોંચી હતી. સંસ્થાના સભ્ય નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, સમાજના લોકો અમને સ્વીકાર કરે અને સમાનતાની દ્રષ્ટિથી જુએ આ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના અન્ય સભ્ય અનિષા પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં અમારા કમ્યુનિટીને લઈ જે પણ ભાવ છે, તેને બદલવા માટે અમે આ રેલી યોજી છે. અમે માત્ર જણાવવા માંગી રહ્યા છે કે અમે પણ સમાજના અંગ છીએ.