Navratri 2023: હર્ષ સંઘવીએ જગદંબાની આરતી કર્યા બાદ ખેલૈયાઓ સાથે ગરબાની કરી રમઝટ - garba
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-10-2023/640-480-19813113-thumbnail-16x9-s-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Oct 20, 2023, 8:25 AM IST
સુરત: રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સુરતની મુલાકાતે હતા. તેઓએ જગદંબાના આ મહાપર્વ પર સુરત શહેરના ત્રણ નવરાત્રી આયોજનમાં હાજરી આપી હતી. તેઓએ મા દુર્ગાની આરતી કરી હતી. સાથે સાથે ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ માંડી હતી. એટલું જ નહીં એક ગરબા આયોજનમાં તેઓએ સ્પેશિયલ ચાઈલ્ડ ને ભેટી પડ્યા હતા. આશરે દસ મિનિટ સુધી આ ખાસ બાળકી સાથે તેઓએ વાતચીત કરી હતી. બાળકી પણ તેમની સાથે આવી રીતે વાત કરતી હતી કે તે વર્ષોથી તેમને ઓળખે છે. બાળકીએ હર્ષ સંઘવીને ગરબા રમવા માટે કીધું હતું અને હર્ષ સંઘવીએ તેને આશ્વાસન આપ્યું હતું કે તેઓ તેની સાથે એક દિવસ ગરબા રમશે.