નર્મદામાં evm પર અપક્ષ ઉમેદવારના ટેકેદારોએ નિગરાની રાખવા બાંધ્યું તંબૂ - ભાજપ મહિલા ઉમેદવાર
🎬 Watch Now: Feature Video
નર્મદા જિલ્લાની(Narmada assembly seat) નાંદોદ વિધાનસભા બેઠક માટે આ વખતે ભાજપે મહિલા ઉમેદવાર(BJP women candidate) ડો.દર્શનાબેન દેશમુખને ટિકિટ આપતા ભાજપના જ પ્રદેશ આદિજાતિ મોર્ચાના અધ્યક્ષ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી જીત માટે તેમના કાર્યકરોએ ખુબ મહેનત કરી અને તેમની જીત પાક્કી ગણાવતા હોય સરકારી તંત્ર અન્ય પક્ષના(Gujarat Assembly Election 2022) ઇશારે કોઈ EVM માં ચેડાં ના કરી શકે એ માટે તેમને વહીવટી તંત્રને રજૂઆત કરી જાતે નિરીક્ષણ રાખાવાની મંજૂરી માંગી. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ એક વ્યક્તિ સ્ટ્રોંગ રૂમ બહાર રહી શકે. કમ્પાઉન્ડમાં જવા પણ બાહ્ય વ્યક્તિઓને પણ મનાઈ હોય અપક્ષ ટેકેદારોએ છોટુભાઈ પુરાણી કોલેજના કમ્પાઉન્ડ બહાર મંડપ લગાવી સીસીટીવી કેમેરા લાગવી રાત દિવસ નિગરાની કરી રહ્યા છે. રાત્રે ચારથી પાંચ લોકો વારાફરથી રાત્રી રોકાણ અંદર અને બહાર કરે છે. ત્યારે તંત્ર પણ આ બાબતે સજાગ બન્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST