Somnath Mahadev: ચંદ્રયાનની સફળતા સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન રૂપે કરાઈ સ્થાપિત, શિવ ભક્તોએ મહાદેવના કર્યા દર્શન - સોમનાથ મહાદેવ
🎬 Watch Now: Feature Video
Published : Sep 1, 2023, 9:14 AM IST
ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દેવાધિદેવ સોમનાથ મહાદેવને ચંદ્રનો શણગાર કરવામાં આવ્યો હતો. સાથે સાથે તાજેતરમાં જ સફળતા પૂર્વક પૂર્ણ થયેલા ચંદ્રયાનને પણ પ્રતિકાત્મક રૂપે મહાદેવ સમક્ષ મૂકવામાં આવ્યું હતું. જેના દર્શન કરીને શિવભક્તો ભારે ભાવવિભોર બન્યા હતા. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દેવાધિદેવ સોમનાથ મહાદેવને ચંદ્રના શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. વધુમાં તાજેતરમાં જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલા ચંદ્રયાનને પણ પ્રતિકાત્મક રૂપે મહાદેવની સમીપે સ્થાન આપવામાં આવ્યું હતું. જેના દર્શન કરીને શિવભક્તો ભારે ભાવ વિભોર થયા હતા. સનાતન ધર્મની લોક વાયકા અનુસાર ચંદ્ર ભગવાને શ્રાપમાંથી મુક્ત થવા માટે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં મહાદેવનું સ્થાપન કરીને સતત પૂજા અને જાપ કર્યા હતા. તેથી સોમનાથ મહાદેવને સોમેશ્વર મહાદેવ તરીકે પુજવામાં આવે છે. ત્યારે આજે ચંદ્ર દર્શનની સાથે સોમનાથ મહાદેવને 56 ભોગ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. જેના પર દર્શન કરીને શિવ ભક્તો ભારે ભાવવિભોર બન્યા હતા.