વિદ્યાર્થીની ભણવા પ્રત્યેની ઝંખના તો જૂઓ, સ્ટ્રેચર પર જ પેપર લખ્યુ - અઝહરુદ્દીનને હોસ્પિટલ
🎬 Watch Now: Feature Video
તમિલનાડુમાં એક વિદ્યાર્થીનો અભ્યાસ પ્રત્યેનો જુસ્સો ચર્ચામાં છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થવા છતાં તેણે બારમા ધોરણની પરીક્ષા છોડી ન હતી. સ્ટ્રેચર પર જ પેપર લખ્યુ (student wrote the exam paper on a stretcher) હતુ. પેટ્ટાઈનો રહેવાસી અઝહરુદ્દીન કામરાજર હાયર સેકન્ડરી સ્કૂલમાં 12માં અભ્યાસ કરે છે. કમનસીબે તે અકસ્માતનો શિકાર બન્યો હતો. તેમને પલયમકોટ્ટાઈની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. આમ છતાં તેણે પરીક્ષા છોડી ન હતી. તેણે સ્ટ્રેચર પર જ પરીક્ષા આપી હતી. અઝહરુદ્દીનને હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ દ્વારા પરીક્ષા કેન્દ્ર લાવવામાં આવ્યો, જ્યાં તેણે શિક્ષક-ઈન્ચાર્જને પરીક્ષા આપવા વિનંતી કરી. પરવાનગી મળતાં તેણે સ્ટ્રેચર પર જ પેપર લખ્યુ હતુ. વિદ્યાર્થીની પરીક્ષા આપવાની અરજ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહે છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST