બહારના નેતાઓ મંદિરે પૂજા કરવા આવે એટલે ગુજરાતમાં ચૂંટણી આવી ગઈ છે: હર્ષ સંઘવી

By

Published : Sep 25, 2022, 5:43 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail
સુરત: 29 સપ્ટેમ્બરના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે તેમના આવવાના બે દિવસ પહેલા રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નામ લીધા વગર અરવિંદ કેજરીવાલ ઉપર પ્રહાર (Harsh sanghvi statement on Kejriwal) કર્યો કે, ગુજરાતમાં બહારના નેતાઓ મંદિરે પૂજા અર્ચના કરવા આવી રહ્યા છે એટલે કે ગુજરાતમાં ચૂંટણી આવી ગઈ છે. હું તમને ગેરેન્ટી આપું છું કે, ડિસેમ્બરમાં પરિણામ આવશે ને એટલે જાન્યુઆરી મહિનાથી આ તમામ લોકો મંદિરનો વિરોઘ જ કરતા હશે. પરંતુ હાલમાં તો તમામ લોકોને મંદિરે આવું પડે છે. જે લોકો ગુજરાતના યુવાઓને અને ગુજરાતની ધરતીને બદનામ કરવા માંગે છે. આ ડ્રગ્સનું કેપિટલ રાજ્ય પંજાબ છે અને પંજાબમાં કોની સરકાર છે. તેં પંજાબ ની જેલમાંથી ડ્રગ્સ નું નેટવર્ક ચાલી રહ્યું છે. જેમ જેમ પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટી રહ્યું છે, તેમ તેમ તેઓ ગુજરાત ને ટાર્ગેટ કરી રહ્યા છે. પંજાબ સરકાર જો કઈ ના કરી શકતી હોય તો એમને કોઈ હક નથી કે, ગુજરાત ને બદનામ કરે. પંજાબ માંથી ચાલતી ડ્રગ્સની ચેન બાબતે આપણે તમામ માહિતી પંજાબ સરકાર ને મોકલી છે, પરંતુ આ બાબતે હજુ ત્યાંની સરકારે કોઈ કામગીરી કરી નથી.ગઈકાલે જ સુરત પોલીસે ડ્રગ્સના આરોપી અલ્લારખ્ખાની ધરપકડ કરી છે. આવા અલ્લારખ્ખા જેવા અન્ય પણ લોકોને ગુજરાતમાં ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરશે તો તેને સુરતની લાજપોર જેલ (State Home Minister Harsh sanghvi statement) બતાવી દઈશું.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.